મંગળવાર, 19 જૂન, 2018

ગુજરાતીનો વર્ગખંડ

નમસ્કાર મિત્રો...
                 આપણે સૌ હવે ઈન્ટરનેટથી જોડાયેલાં છીએ. કમ્પ્યુટર કે મોબાઈલ જેવાં ઉપકરણથી આપણે ઈન્ટરનેટ સેવાનો લાભ લઈએ છીએ. ફિલ્મો જોવાં, ગીતો સાંભળવા, game રમવા જેવી અનેક બાબતો માટે હવે ઈન્ટરનેટ અનિવાર્ય થતું જાય છે અને તમે સૌ તેનાં ઉપયોગથી સુમાહિતગાર છો. એ ઉપરાંત મને રસ પડ્યો એ વાત એ છે કે, તમને સૌને ઈન્ટરનેટ વાપરવું ગમે છે. તો તમને ગમતું હોય એવા માધ્યમથી જ ભણવા વિશેની માહિતી મળતી રહે તો ? મજા પડે ને ? તમને થશે કે ભણવા વિશેના તો ઘણાં blogs અને websites પહેલેથી છે જ, તો પછી આવો નવો blog શા માટે ? અરે દોસ્ત, એ બધાં blogs અને websites અનેક લોકોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યા છે. જયારે આ blog માત્ર તમને એટલે કે ભક્તરાજ દાદા ખાચર વિનયન અને વાણિજ્ય કૉલેજ -ગઢડા(સ્વા.)માં પ્રથમ, દ્વિતીય અને તૃતીય વર્ષમાં અભ્યાસ કરતાં ગુજરાતી વિષયના વિદ્યાર્થીઓ માટે ખાસ તૈયાર કરાયો છે. એટલે અહી આપ સૌ મિત્રો માટે સૂચનાઓ, અભ્યાસસામગ્રી, માહિતીઓ અને કેટલીક એવી વિગતો જે વર્ગખંડમાં સમયના અભાવે કે વ્યવસ્થાના અભાવે ન આપી શકાઈ હોય તે અહી આપ જોઈ શકશો. એટલે વર્ગમાં મેળવેલાં શિક્ષણનું પુનરાવર્તન આપ વર્ગખંડ સિવાય પણ કરી શકશો. કોઈ કારણોસર મોડાં પડ્યા હોઈએ કે કૉલેજ ન આવી શક્યાં હોઈએ -એ વખતે વર્ગખંડમાં ચાલેલાં મુદ્દા અને ચર્ચાની પ્રાથમિક માહિતી અહી ઉપલબ્ધ હોવાથી તમે કૉલેજ કે વર્ગમાં નહિ હો ત્યારે પણ વર્ગખંડ સાથેનું અનુસંધાન જાળવી શકશો.
તો આવો સાથે મળીને ભણીએ, હું તમારી રીતથી અને  તમે મારી રીતથી...

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો