50th REFRESHER COURSE : LANGUAGES [GUJARATI, HINDI, SANSKRIT, ENGLISH]
દિવસ : ૧
તા. ૨૮/૦૧/૨૦૧૯ [સોમવાર]
સવારે ૦૩:૩૦ વાગે જાગીને તૈયાર થઈ ૦૪:૨૦ વાગે મારી 5822 લઈને નીકળ્યો. ૦૯:૩૦ વાગે REPORTING TIME હતો. પણ હું ૦૮:૩૦ વાગે UGC-HRDC આણંદ પહોચી ગયો. હજી કોઈ આવ્યું નહોતું. ખિસ્સામાં માત્ર ૮૦/- રૂપિયા હતા એટલે સૌ પ્રથમ ATM ગયો. ATM CARD મશીનમાં નાખ્યું ને આ અજાણ્યાં શહેરમાં પણ મશીને મારી હૂંડી સ્વીકારી અને નગદ નાણું આપ્યું. પૈસા મળતાં સૌ પ્રથમ તો થેપલાં અને પૌવાનો નાસ્તો કર્યો. નાસ્તા પછી ફરી HRDC ગયો. ૦૯:૩૦ વાગે ધીમે ધીમે સૌ આવતાં થયાં.
અધ્યાપક અને મિત્ર પ્રવીણ સોલંકી મળ્યા. મણિલાલ હ. પટેલના દીકરી પારૂલ પ્રધાન, આંબેડકર યુનિવર્સિટીના ડૉ. હેતલ ગાંધી, મેઘરજ કૉલેજના પ્રા. વર્ષાબેન રોહિત, કેશોદ કૉલેજના પ્રા. રતિલાલ રાઠવા જેવાં ગુજરાતી વિષયના ઘણાં મિત્રો મળ્યાં. સાવ જ અપરિચિત પરિસરમાં અમારા પર બહુ જ ગુસ્સે હોય એવા એક વડીલના દર્શન થયા. કદાચ અહીંના ક્લાર્ક હશે. બહુ જ થાકેલા હોય તેવા સવાર-સવારમાં જ તેઓ લાગતા હતા. બધાંને FORM વહેચાયા. સૌએ એ ભરીને પરત કર્યા. ટેવ મુજબ હું અમુક કાગળ ભૂલી ગયેલો આચાર્યશ્રી ભાવિન બદિયાણીસાહેબને SMS કરી, કાગળ મગાવ્યા અને તેની PRINT કાઢી જમા કરાવ્યા. એ બધું જમા કરાવવાની વ્યવસ્થા મનનભાઈ કરીને એક કર્મચારી હતા એમની પાસે કરવાની હતી, એટલે પેલા વડીલ ક્લાર્કસાહેબના રોષથી બચી ગયો.
પ્રથમ વ્યાખ્યાન DR. RABINDRAKUMAR PANDAસાહેબનું હતું.
M.S. UNIVERSITY સાથે સંકળાયેલા અને ઓરીસ્સાના વતની PANDAસાહેબે સંસ્કૃત સાહિત્યમાં સર્જન કર્યું છે. તેમણે 'પરંપરા અને આધુનિકતા' વિષે પોતાના વિચારો પ્રગટ કર્યા. પરંપરાને નવી દૃષ્ટિએ જોવાની શક્તિ કેળવવા તેમણે અધ્યાપકોને ભલામણ કરી હતી. ભારતીય સાહિત્ય એક જ છે, ભાષાગત તેના પ્રતિબિંબો અલગ-અલગ છે, એવું સરસ તારણ એમણે રજૂ કર્યું. છંદ એટલે આહ્લાદ એમ કહી આહ્લાદ વગરની કવિતા ન હોઈ શકે, એટલે છંદ વગર કવિતા શક્ય નથી એમ તેમણે સ્થાપિત કરી આપ્યું.
ચાલુ વ્યાખ્યાને PANDAસાહેબને પરસેવો વળવા માંડ્યો. તેઓ હૃદયરોગના દર્દી છે. સૌએ વ્યાખ્યાન અટકાવવા કહ્યું, પણ પાણી પી ને તેમના નિશ્ચિત સમય સુધી તેમણે રસપૂર્વક અનેક પુસ્તકોના સંદર્ભ આપી પોતાની વાત મૂકી આપી.
વચ્ચે ચા માટે વિરામ થયો. વિરામ પછી સરદાર પટેલ યુનિવર્સિટીના કુલપતિ શિરીષ કુલકર્ણીસાહેબ પધાર્યા. તેમણે સૌ અધ્યાપકોને આવકાર્યા અને R.C.માં વિદ્યાર્થી બનીને વિદ્યાર્થીની સ્થિતિ સમજવા સૂચન કર્યું હતું.
ત્યાર પછી UGC-HRDC આણંદના DIRECTOR યાજ્ઞિકસાહેબે આંતરવિદ્યાકીય અભિગમ વિષે અધ્યાપકો સાથે ચર્ચા કરી. સમાજ જેટલો ગતિશીલ હોય, તેટલું સાહિત્યે ગતિશીલ બનવું જોઈએ તેવો તેના વકતવ્યનો સૂર રહ્યો.
બીજું વ્યાખ્યાન ફરી PANDAસાહેબનું હતું. તેમાં તેમણે આગળના વ્યાખ્યાનનો દોર સાંધી આપ્યો. સાંપ્રત સાથે ચાલવું એ સમસ્યા પણ છે અને જરૂરિયાત પણ એવું તેમણે ઉદાહરણો સાથે સ્થાપિત કરી આપ્યું.
ત્યાર પછી જમવાનો વિરામ પડ્યો. નારાયણ ક્લબમાં મિત્રો સાથે જમવા ગયા.
ત્રીજું વ્યાખ્યાન કો-ઓર્ડીનેટર ડૉ. નિરંજન પટેલનું હતું. તેઓ S.P. UNIVERSITYના સંસ્કૃત વિભાગના વડા છે. RC વિષે તેમણે માહિતીલક્ષી વાતો કરી. માનવવિદ્યાની આજના સંદર્ભમાં ભૂમિકા વિષે એમના નેતૃત્વમાં જૂથચર્ચા થઈ.
ચા વિરામ પછી ચોથું વ્યાખ્યાન PROF. R. K. MANDALIYAસાહેબનું હતું. જે S.P. UNIVERSITYમાં ENGLISH DEPARTMENTમાં અધ્યાપનકાર્ય કરાવે છે. મોટી ઉમરના પણ ખૂબ જ વિનમ્ર અધ્યાપક MANDALIYAસાહેબે 'ભરતનું રસસૂત્ર' વિષે પોતાની આગવી શૈલીમાં વાત કરી. તેમનું ઉર્જાથી સભર વ્યાખ્યાન સૌ યુવાન અધ્યાપકો માટે પણ પ્રેરક બની રહ્યું.
આજના દિવસનું સંચાલન પ્રા. મહેશ પટેલ અને પ્રા. અનુ મહેતાએ કર્યું.
૦૫:૩૦ વાગે વર્ગ પૂરો કરીને GUEST HOUSE પર આવ્યા. FRESH થઈને બહાર નીકળ્યા તો ગઢડા કૉલેજમાં અગાઉ કામ કરી ચૂકેલા પ્રા. વિનોદ બથવાર રસ્તામાં મળી ગયા. તે અહી કોઈ સેમિનારમાં આવ્યા હતા. સાથે ચા મોહિની ચા ભંડારમાં ચા પીવા ગયા. એમને લેવા માટે ભાવનગર ભાષા-સાહિત્ય ભવનના રસિક બાબરિયા આવવાના હતા. એ આવ્યા ત્યાં સુધી સાથે બેસીને વાતો કરી. પછી હું ને પ્રવીણભાઈ એમની જાણીતી નૂતન ક્લબમાં જમવા ગયા. થાક્યા હતા તેથી આજે વહેલાં GUEST HOUSE પર રૂમ નંબર ૨૦૮માં આવી સુઈ ગયા.
દિવસ : ૨
તા. ૨૯/૦૧/૨૦૧૯ [મંગળવાર]
સવારે ૦૮:૦૦ વાગે જાગીને સૌથી પહેલાં તો સાબુ, શેમ્પૂ જેવી ઘટતી ચીજો શોધવા વલ્લભવિદ્યાનગરની નાના બજારમાં ગયો. ફરી GUEST HOUSE આવી તૈયાર થઈને નાસ્તા માટે પ્રવીણ સોલંકી જલારામ ટી સેન્ટર લઈ ગયા. થેપલાં-ફાફડી ને ચાનો નાસ્તો કરી. થોડી સ્ટેશનરી ખરીદી અને ૧૦:૩૦ વાગે HRDC પહોચ્યા.
વર્ગની બહાર જ આપણી ભાષાના જાણીતા સર્જક મણિલાલ હ. પટેલ મળી ગયા.
થોડી વાતો થઇ અને પછી એમનું વ્યાખ્યાન શરૂ થયું. તેઓ S.P. UNIVERSITYના ગુજરાતી વિભાગના ભૂતપૂર્વ અધ્યક્ષ છે. 'સાહિત્યનું સમાજશાસ્ત્ર' વિષય પર મણિલાલ હ. પટેલે પોતાની શૈલીમાં વ્યાખ્યાન કર્યું. કલાકીય નહિ, પણ સામાજિક દૃષ્ટિકોણથી સાહિત્યને જોવું તે સાહિત્યનું સમાજશાસ્ત્ર- એ તેમણે ઉદાહરણો સાથે સમજાવ્યું. સમાજમાં મૂલ્યોનું ધોવાણ થાય ત્યારે સર્જક પુરાણ પાસે જાય છે અને ત્યાંથી MYTH લઈને કૃતિ રચે છે. એ રીતે સાહિત્ય સમાજને આધાર પૂરો પાડવા પ્રયત્ન કરે છે. સાથે જ સર્જક નિરંકુશ નથી, તેના પર ધર્મ, જાતિ, સમાજ વગેરેનું પરોક્ષ દબાણ અથવા તો SENSORSHIP હોય છે, એવું મણિલાલ હ. પટેલે સ્પષ્ટ કર્યું હતું. સાથે જ પહેલા ઉદાહરણ અને પછી સિધ્ધાંત શીખવવા અધ્યાપકોને ટકોર કરી હતી. વચ્ચે માત્ર એક ચા વિરામ હતો, એ સિવાય સળંગ ૩ કલાક મણિલાલ હ. પટેલના ૨ વ્યાખ્યાનો ચાલ્યા. સૌ તેમના જ્ઞાનથી લાભાન્વિત થયાં. મને અને પ્રા. પ્રવીણ સોલંકીને ઘરે આવવાનું આમંત્રણ આપીને મણિલાલ વિદાય થયા. એમના ઘરે જઈશું ત્યારે એના વિષે વિગતે વાત કરીશ.
બપોરે ગુજરાત ક્લબમાં જમવા ગયા. અહીં વલ્લભવિદ્યાનગર વિદ્યાર્થીઓનું શહેર છે. ઘરથી દૂર આવીને અહીં વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં એકલા વસે છે, તેથી રહેવા-જમવાની અનેક જગ્યાઓ છે. પ્રમાણમાં જમવાનું સરસ અને વ્યાજબી રકમથી મળે છે.
જમ્યા પછી DR. DAYASHANKAR TRIPATHIસાહેબે 'મધ્યકાલીન કાવ્ય' વિષે વ્યાખ્યાન આપ્યું.
તેઓ S.P. UNIVERSITYમાં હિન્દી વિભાગના વડા છે. ભક્તિકવિતા વિષે તેમણે સંશોધન કર્યું છે. ભક્તિકવિતા વિષે વાત કરતા એમણે કહ્યું કે, આપણી અંદર બધું બરાબર હશે, તો બહાર બધું બરાબર થઈ જશે. અને ભક્તકવિઓ આ આંતરિક જાગૃતિનું કામ કર્યું છે. તેમણે ભણેલા લોકોએ સૌથી વધુ શીખવાની જરૂર છે એવું માર્મિક વિધાન કર્યું હતું. કબીર, જાયસી, મીરાં, તુલસીદાસ, કુંભનદાસ, સુરદાસની અનેક પંક્તિઓ ટાંકીને તેમણે રસપ્રદ રીતે પોતાની વાત મૂકી. ભક્તકવિઓની મહત્તા કર્યા પછી તેમણે છેલ્લે એવું પણ કહ્યું કે, ભારતીય સંવિધાન વિરુદ્ધની ભક્તકવિઓની વાત માનવાનું ટાળવું જોઈએ. કેમ કે એમના સમયનું સત્ય આજે લાગુ પડે જ એ શક્ય નથી. મહાદેવી વર્મા વિષે વાત કરતાં, મહાદેવીને આપણે સમજી નથી શક્યા તેનો અફસોસ તેમણે વ્યક્ત કર્યો હતો. કબીર અને મહાદેવી વર્મા વિષે મૃત્યુ પહેલા પુસ્તક તૈયાર કરવાની ઈચ્છા TRIPATHIસાહેબે સૌ અધ્યાપકોને જણાવી હતી. મીરાંને એક ક્રાંતિકારી સ્ત્રી તરીકે તેમણે સરસ રીતે રજૂ કરી. ચા વિરામમાં પણ અધ્યાપકો સાથે રહી તેમણે ૩ કલાક બે વ્યાખ્યાનો આપી હિન્દી સાહિત્યથી સૌને સમૃદ્ધ કર્યા.
૫:૩૦ વાગે વર્ગ પૂરો થયા પછી હું, પ્રવીણભાઈ અને આજથી અમારા રૂમ નંબર ૨૦૮માં જોડાયેલા રાઠવાસાહેબ સાથે ચા પીવા ગયા. અહીની ભૂગોળથી પરિચિત પ્રવીણભાઈ નાના બજાર ચાલીને બતાવી. કારમાંથી મણિલાલ હ. પટેલનું 'સહજ' નામનું ઘર પણ બતાવ્યું. વર્ષો પહેલાં પ્રવીણભાઈ વલ્લભવિદ્યાનગર ભણતા ત્યારે જ્યાં જમતા, એ ઘર શોધવા નીકળ્યા. આટલા વરસો વચ્ચે પસાર થયા પછી ઘણું બદલાઈ ગયું છતાં એ જ્યાં જમતા હતા એ જગ્યા મળી ગઈ. સાંજનું વાળુ ત્યાં કરવાનું નક્કી કરી GUEST HOUSE તરફ પાછા વળ્યા. પાછા વળતા મેં કોઈ જીમ બતાવવા પ્રવીણભાઈને વિનંતી કરી. મારી ઈચ્છા જ્યાં સુધી આ RCમાં છીએ ત્યાં સુધી જીમમાં જોડાવાની હતી. શક્તિભાઈ જીમ જાય છે એટલે એમની વાદે મને પણ જવાનું મન થાય, પણ ગઢડામાં તો એવું કાંઈ હોય નહિ. ને હોય તોય કોઈ શીખવાડવાવાળું ન હોય તો જીમ જઈને કરવાનું શું ? એટલે અહીં વલ્લભવિદ્યાનગર છીએ ત્યાં સુધી જીમ JOINT કરવાનું નક્કી કર્યું. પ્રવીણભાઈ યુનિવર્સિટી જીમમાં લઈ ગયા. છોકરાવ કસરત કરતા હતા. તપાસ કરતા ખબર પડી કે કોઈ શીખવનાર નથી. જાતે કસરત કરતા આવડે તો આવવાનું. જાણીને નિરાશ થઈને GUEST HOUSE આવ્યાં.
૦૮:૦૦ વાગ્યા સુધી BLOG લખ્યા પછી પ્રવીણભાઈના પેલા ઓળખીતા રસોડે જમવા ગયા. વીશીના માલિક ભૂપતભાઈ આહિરે અમારું ઉષ્માભર્યું સ્વાગત કર્યું. ઘરે આવ્યા હોઈએ એમ પાસે બેસીને વાતો કરી. એમના છોકરાવને બોલાવીને મેળવ્યા. અને પછી અમારી સાથે જ જમવા બેઠાં.
ફોટોમાં ચશ્માવાળા ભૂપતભાઈ છે. પ્રવીણભાઈ તો એમના જાણીતા, પણ અમારી સાથે ય એટલી જ ઉષ્માથી વર્ત્યા. જમ્યા પછી મારા અતિ આગ્રહ છતાં ભૂપતભાઈએ પૈસા ન જ લીધાં.
ભૂપતભાઈનું આતિથ્ય માણીને ફરી GUEST HOUSE પરત આવ્યા. 'લોલટુનની ગુફાઓમાં' વાચવા બેઠો. પણ આજે વાતો શરુ રહી એટલે થોડું જ વાંચી શકાયું. ફરી 'સુઈ ધાગા' ફિલ્મનો અધૂરો ખંડ AMAZON PRIME પર ૧૨:૩૦ સુધી જોયો. ને પછી શય્યાગ્રસ્ત થયા.
દિવસ : ૩
૩૦/૦૧/૨૦૧૯ [બુધવાર]
સવારે ૦૮:૦૦ વાગે જ જાગી શક્યો. નાહી-ધોઈને તૈયાર થઈ ૦૯:૩૦ વાગે બહાર ગયા. પ્રવીણભાઈ બે દિવસથી નિલુ ટી સેન્ટર શોધતા હતા. આજે એ મળી ગયું. નાસ્તો ત્યાં કર્યો. મારે બુધવાર હતો એટલે મેં ફરાળી વેફર લીધી. પ્રવીણભાઈ અને રતિલાલે પૌવાનો નાસ્તો કર્યો. પ્રવીણભાઈએ મનોજભાઈ સાથેની ઓળખાણ તાજી કરી.
૧૦:૧૫ વાગે HRDC પહોચી ગયા. આજે પહેલાં બે વ્યાખ્યાન ડૉ ભગીરથ બ્રહ્મભટ્ટ કે જેઓ આ S.P. UNIVERSITYના ગુજરાતી વિભાગમાં પૂર્વે અધ્યક્ષ હતા, તેમણે 'સાહિત્ય અને ભાષા' વિષે આપ્યા. લય વિષે વાત કરતા તેમણે જીવનમાં રહેલા લયને વિવિધ ઉદાહરણો દ્વારા સમજાવ્યો હતો, માણસ અવસાન પામે ત્યારે વિલય પામ્યો એવું કહેવાનો અર્થ તેમાંથી લય નીકળી ગયો એવું કહેવાનો છે એવું કહી લય છે એટલે જીવંતતા છે તે સાબિત કરી આપ્યું.
બીજા વ્યાખ્યાનમાં ભાષા વિષે વાત કરતા બાળક અનુકરણથી ભાષા શીખે છે અને બોલનારના હોઠ બાળક જોઈ શકે છે, તેથી સૌ પહેલા તે ઓષ્ઠ્ય વ્યંજન શીખે છે -તે સરસ નિરીક્ષણ ભગીરથભાઈએ રજૂ કર્યું. ત્યાર પછી સંજ્ઞા, સંજ્ઞાના પ્રકાર, સર્વનામ, વિશેષણ, અનુગ, વિભક્તિ, સમાસ, ક્રિયાપદ, ક્રિયા વિશેષણ અને કૃદંત વિષે ઉદાહરણ સાથે વિગતે અને સરળ કરીને સમજૂતી આપી. તેમનું વ્યાખ્યાન ૦૧:૩૦ વાગે પૂરું થવાનું હતું. પણ થોડું મોડે સુધી ચાલ્યું.
વ્યાખ્યાન મોડું પૂરું થયું ને જમવા બહાર જવાનું હતું. જલ્દી જલ્દી નાના બજાર ગયા. ગુજરાત ક્લબમાં પૈસા ભરીને જમવા લાઈનમાં ઊભા રહ્યા, પણ બે વાગ્યા છતાં વારો ન આવ્યો. અંતે જમ્યા વગર ત્યાંથી નીકળી ગયા. બીજા મિત્રો પ્રવીણભાઈ, રતિલાલ અને રવિકાંતભાઈએ શેવ-ખમણ ખાઈ લીધા. મને બુધવારના એકટાણા માટે એ બરાબર ન લાગ્યું એટલે મેં સાંજ સુધી એકટાણું મૂલતવી રાખી ફરાળ કરી લીધું. જલ્દી જલ્દી HRDC પહોચ્યા.
૦૨:૧૫ વાગે અંગ્રેજીના પ્રાધ્યાપક DR. આશુતોષ યાજ્ઞિકનું વ્યાખ્યાન શરુ થયું. 'REPRESENTATION OF IDENTITY, POWER AND FREEDOM IN J.M. COETZEE NOVEL' વિષય પર તેમણે બંને વ્યાખ્યાનોમાં વાત કરી. ઈ.સ. ૧૯૯૯માં પ્રગટ થયેલી અને જેને ૨૦૦૩માં NOBEL PRIZE મળ્યું હતું તેવી COETZEEની 'DISGRACE' નવલકથા વિષે તેમણે વિગતે વાત કરી.
સાઉથ આફ્રિકાની પ્રજા વિષે કોઈ ગોરા સર્જક દ્વારા લખાયેલી આ નોંધપાત્ર નવલકથા છે. સાથે જ એમણે સંસ્કૃતના ભવભૂતિ, કાલિદાસ, ભાસ જેવા સર્જકો, હિન્દી અને અંગ્રેજી ભાષાના સર્જકો અને તેની કૃતિઓ તેમજ ગુજરાતી ભાષાના સિતાંશુ યશશ્ચંદ્ર, બાલમુકુંદ દવે જેવા સર્જકો અને તેની રચનાઓ પણ આ નવલકથાની વાત કરતા કરતા સાંકળી લીધી. COETZEE નવલકથા વાચવા તેમણે ભલામણ કરી અને ન આવડે છતાં અંગ્રેજીમાં જ વાચવા આગ્રહ કર્યો. ને બે-પાંચ પાના વાંચ્યા પછી સમજાવા લાગશે એવી હિંમત આપી.
યાજ્ઞિકસાહેબનું બીજું વ્યાખ્યાન ૫:૩૦ વાગે પૂરું થયા પછી સીધા જ ચા પીવા ગયા. બપોરે જમવા નહોતું મળ્યું ને ઉપરથી યાજ્ઞિકસાહેબ ૩ કલાક અંગ્રેજી જ બોલ્યા એટલે ભારે અઘરું પડ્યું. માંડ થોડું સમજી શકાયું. જો કે એમાં દોષ એમનો સહેજ પણ નથી, મારા અંગ્રેજીના અજ્ઞાનનો જ છે.
ચા પીધા પછી રાઠવાસાહેબના મિત્ર પ્રા.પંકજ સોલંકીને મળવા મોટા બજાર ગયા. તેમના SUJAN COMPLEXમાં આવેલા નિવાસસ્થાને બેઠાં. વાતો કરતાં ખબર પડી કે તેઓ સોજીત્રા સરકારી કૉલેજમાં અંગ્રેજીના અધ્યાપક છે ! પછી તો ખૂબ વાતો થઈ. રાત્રે વાળુ પણ એમની સાથે જ એમના નિવાસ નજીક આવેલા 'GOVINDA'માં લીધું. એ ભોજનશાળા ISCON મંદિરની હતી., તેથી લસણ-ડુંગળી વગરનું ભોજન મળ્યું. જમવાના પૈસા પંકજભાઈએ ન જ આપવા દીધા. આજે બીજી રાતનું વાળુ પણ આ રીતે મિત્ર દ્વારા ગોઠવાયું. મારે બુધવાર હોવાથી પહેલા મગ ખાઈને જમવાનું હતું. અહીં 'GOVINDA'માં મગદાળ જમવામાં હતી, તેથી મારો પ્રશ્ન ઉકલી ગયો. આવતી કાલે અગિયારસ રહેવાની છે, તેનું ફરાળ પણ અહીં મળી રહેશે એ જાણી આનંદ થયો. જમીને પંકજભાઈની વિદાય લીધી.
રસ્તામાં જીમનું પાટિયું જોયું. પ્રવીણભાઈ એ વિષે કોઈને પૂછતાં હતા, ત્યાં પ્રા. બિપીન બારૈયા મળી ગયા. તેઓ અહીં આણંદમાં એન. એસ. પટેલ આર્ટસ કૉલેજમાં ગુજરાતીના અધ્યાપક છે. તેમણે પાન ખવડાવ્યું અને આણંદની આજુબાજુના જોવાલાયક ડાકોર, વડતાલ, કરમસદ જેવા સ્થળો સૂચવ્યા. તેઓ કરમસદમાં ધ્રુવ ભટ્ટની બાજુમાં રહે છે એમ કહી ઘરે આવવાનું આમંત્રણ આપ્યું અને આડકતરી રીતે ધ્રુવભાઇને મળવાની લાલચ પણ આપી. આવતી કાલે એમ.બી.પટેલ બી.એડ.કૉલેજમાં કબીરના કાવ્યોના કોઈ કાર્યક્રમમાં આવવા સૂચવ્યું. ને પછી ત્યાંથીતેઓ કરમસદ તરફ ગયા અને અમે જીમની મુલાકાત લીધી. ત્યાં કોઈ હતું નહિ, પણ શીખવનાર છે એવું જાણવા મળ્યું. સવારે ૦૬:૦૦ થી ૦૮:૦૦ દરમિયાન ખુલ્લું હોય છે. સવારે જાગીને આવીશું એવું નક્કી કરી GUEST HOUSE તરફ ચાલતા થયા. વચ્ચે કૂતરાઓએ ભસીને સ્વાગત કર્યું, પણ એકલો નહોતો એટલે ભય ઓછો લાગ્યો.
રાત્રે 'લોલટુનની ગુફાઓમાં' થોડો આંટો મારી આવ્યો ને ૦૧:૩૦ વાગ્યા સુધી 'સુઈ-ધાગા'નો શેષ ભાગ જોઈ ફિલ્મ પૂરી કરી. મધ્યમ વર્ગને કેન્દ્રમાં રાખી આપણે ત્યાં ઘણી ફિલ્મો બની છે, પણ અતિ ગરીબ સ્થિતિમાંથી સફળ થયેલ એક દરજી યુગલની આ ફિલ્મની કથા થોડી જુદી છે અને રસપ્રદ પણ છે. અનુષ્કા શર્મા આ ફિલ્મની અભિનેત્રી તરીકે સરસ અભિનય આપી શક્યા છે. આ અંગે લાંબી વાતો ફરી ક્યારેક કરીશું. ચાલો શુભ રાત્રી.
દિવસ : ૪
તા. ૩૧/૦૧/૨૦૧૯ [ગુરૂવાર]
આજે સવારે છ વાગે જાગીને જીમ જવું જ એવું નક્કી કર્યું હતું, પણ રાત્રે 'સુઈ-ધાગા'માં રોકાઈ ગયો એટલે મોડો સૂતો. ને સવારે ૦૮:૪૫ વાગે જાગ્યો. જાગીને જલ્દી-જલ્દી તૈયાર થયો. ૦૯:૩૦ વાગે અમે ત્રણેય સહપાઠીઓ નાસ્તા માટે ગયા. મારે અગિયારસ હતી એટલે ફરાળી વેફર શોધી, બંને મિત્રોએ પણ અગિયારસ જ રહેવાનું નક્કી કર્યું ને સૌ ફરાળી વેફર, ચેવડો ને ચાનો નાસ્તો કર્યા.
નાસ્તા પછી HRDC પહોચ્યા. સવારે ૧૦:૩૦ વાગે પહેલું વ્યાખ્યાન ઇન્દોર વિશ્વવિદ્યાલયના સંસ્કૃત વિષયના વિદ્વાન અધ્યાપક DR. GOPALKRISHNA K. SHARMAસાહેબનું હતું.
એમણે 'સંસ્કૃત કાવ્યશાસ્ત્ર' વિષે દોઢ કલાક સુધી સતત રસપ્રદ વ્યાખ્યાન આપ્યું. કાવ્યશાસ્ત્રના ૬ સિધ્ધાંત વિષે તેમણે ઉદાહરણો સાથે નિશ્ચિત સમયની સીમામાં રહીને સૌને જ્ઞાનાન્વિત કર્યા.
ચા વિરામ પછી બીજું વ્યાખ્યાન સરદાર પટેલ યુનિવર્સિટીના અંગ્રેજી વિષયના અધ્યાપક DR. RAJENDRAKUMAR K. MANDALIYAસાહેબનું હતું. અગાઉ એમનું એક વ્યાખ્યાન સૌ સાંભળી ચૂક્યા હતા. તેમની શૈલી બધાને ઝકડી રાખે એવી છે.
પશ્ચિમની દરેક વાતનું અનુકરણ ભારતીય સમાજ કે સાહિત્યે વગર વિચાર્યે ન કરવું જોઈએ -એવું એમણે પોતાની આગવી શૈલીમાં સાબિત કર્યું. પશ્ચિમમાં હમણાં હમણાં આવેલી વિચારધારાઓ આપણે ત્યાં 'મહાભારત'કાળથી હતી -તેવું એમણે 'મહાભારત'ના જુદા જુદા પ્રસંગોથી પૂરવાર કરી આપ્યું. અને પછી એમણે વાત આરંભી ગિરીશ કર્નાડ કૃત કન્નડ નાટક 'નાગ મંડલ'ની...
ગિરીશ કર્નાડના આ રસપ્રદ નાટકની માંડલિયાસાહેબે પોતાની તરવરાટથી ભરપૂર શૈલીમાં વાત કરી. [નાટક વિષે ક્યારેક અલગથી વાત કરીશું, અત્યારે ખાલી ઉલ્લેખ જ કરું છું.] આજે એક પંણ સહાધ્યાયી જમવાના વિરામની રાહ નહોતા જોતા એટલું સરસ એમનું વ્યાખ્યાન હતું. પણ સાહેબે સૌનો વિચાર કરી, સમયસર ભોજનવિરામમાં જવા માટે રજા આપી.
આજે અગિયારસ હોવાથી ગઈ કાલે જ શોધી કાઢેલ 'GOVINDA'માં પહોચી ગયા. ફરાળ તો ખાલી નામ હતું, પણ રોજની કરતાંય વધુ જમ્યા અને ISKONના મિત્રોએ ઉપવાસી એવા અમને ભરપેટ સુકી ભાજી, કેળાનું શાક, ફરાળી કઢી, ફરાળી શીરો ને ફરાળી પૂરી જમાડ્યા.
તૃપ્ત થઈને ISKONથી નીકળી વચ્ચે POST OFFICE પર પત્રો ખરીદવા ઊભા રહ્યા, પણ વારો આવે એવું ન લાગ્યું એટલે સમયસર HRDC પહોચી ગયા.
૦૨:૧૫ વાગ્યાનું વ્યાખ્યાન થોડું મોડું શરુ થયું. U.T.S. મહિલા આર્ટ્સ કૉલેજ - નડિયાદના આચાર્ય ડૉ. હસિત મહેતાએ વિરામ પછીના બે વ્યાખ્યાનોમાંઅનુક્રમે 'તુલનાત્મક સાહિત્ય' અને 'સાહિત્યમાં સંશોધન' અંગે ચર્ચા કરી.
તુલનાત્મક સાહિત્યમાં યુરોપીય અને અમેરિકન અભિગમની વાત કરી, અમેરિકન અભિગમ આપણે ત્યાં સ્વીકારાયો છે એ અંગે માહિતી આપી. સાહિત્યિક સંશોધન વિશે વાત કરતા એમણે કહ્યું કે, ગુજરાતી સાહિત્યમાં તો કોઈ સંશોધન કરતું જ નથી. વિવેચન અને સંશોધન વચ્ચે કોઈને ભેદ જ ખબર નથી પડતી એમ કહી એમણે ગુજરાતી સંશોધન ક્ષેત્ર દરિદ્ર છે એવું સખેદ કહ્યું હતું. જો કે એમની વાત સહમત થવા જેવી નથી. કેટલાંક અંશે હોઈ શકે, પણ આખા ગુજરાતમાં એક પણ શોધનિબંધમાં સંશોધન ન મળે એ વિધાન વધુ પડતું છે ને એ સ્વીકારવું કોઈ કાળે શક્ય નથી. ગુજરાતીમાં તો વિવેચનને સંશોધન કહેવાની પરંપરા શરૂ થઈ ગઈ છે, એવા વિધાન સાથે મહેતાસાહેબનું બીજું વ્યાખ્યાન સમેટાયું. અમે સૌ ૦૫:૩૦ વાગે છૂટા પડ્યા.
છૂટીને પુસ્તકોની દુકાન વિજય બૂક સ્ટોલ શોધવા નીકળ્યા. ક્યાંય સુધી ફર્યા પણ વિજય બૂક સ્ટોલ તો ન મળ્યું, પણ કોઈએ કહ્યું કે AJAY BOOK STALL હશે એટલે એ શોધ્યું. માંડ મળ્યું. પણ બંધ હતું.
નિરાશ થઈને એની બાજુમાં આવેલી લારીમાંથી ફળ અને વેફર લઈને ફરી અગિયારસ ઉજવી અને ત્યાંથી પરત ફર્યા નાના બજાર તરફ. નાના બજારમાં ચા પી ને બૂટ પોલીશ કરાવ્યા. પછી 'પુસ્તક મહલ' નામની એક પુસ્તકોની દુકાને પ્રવીણભાઈ લઈ ગયા. ૫ સારા પુસ્તકો ત્યાંથી લઈને ફરી પોલીશવાળા પાસે ગયા તો ત્યાં મૂકીને આવેલા રાઠવાસાહેબ ન મળે. ઘણા શોધ્યા, ફોન કર્યા, પણ કાંઈ પત્તો ન લાગ્યો. થયું કે M. P. PATEL AUDITORIUMમાં 'વસુંધરાની વાણી' કાર્યક્રમમાં જવાનું નક્કી કર્યું હતું એટલે ત્યાં પહોચી ગયા હશે. અમે પણ ત્યાં પહોચ્યા.
રાઠવાસાહેબ તો ન મળ્યા, પણ કાર્યક્રમ શરુ થવામાં હતો. એ અહીં જ આવશે એમ ધારીને કાર્યક્રમમાં બેઠાં. પ્રસિદ્ધ નવલકથાકાર ધ્રુવ ભટ્ટે સૌ કલાકારોનો પરિચય કરાવ્યો અને પછી મધ્યપ્રદેશના સૂરીલા લોકગાયક કાલુરામ બામણીયા અને તેમના સાથી કલાકારોએ કબીરની રચનાઓ રેલાવી.
ગુરુ વંદનાથી કાલુરામ બામણીયાજીએ વાત શરુ કરી. પછી તો એક પછી એક કબીરના ભજનો રજૂ થવા લાગ્યા. 'મન લાગ્યો મારો ફકીરી મેં', 'ચદરિયા જીની', 'હેલી..', 'મીરા' વિશેનું ભજન અને છેલ્લે 'જરા ધીમે ગાડી હાંકો રે, મેરે રામ ગાડીવાલા' જેવા અનેક ભજનોથી વાતાવરણ કબીરમય બની ગયું.
વચ્ચે -વચ્ચે સંતોની અને એમણે ચીંધેલા માર્ગની ડહાપણભરી વાતો પણ લોકગાયક તમ્બૂરાના તાલે કરતા જાય. જાણે કબીર વતી જ આટલા વર્ષે આપણી વચ્ચે આવ્યા હોય એવા સચ્ચાઈના રણકવાળા અવાજે ભજનો સંભળાવતા એ લોકગાયકની મસ્તીને માણવી એ પણ એક લહાવો હતો. ૪ દિવસ આ RCમાંથી જેટલું નથી મળ્યું એટલું આ દોઢ કલાકના કાર્યક્રમમાંથી મળ્યું. ને મળે જ. કેમ કે એનો સ્રોત કોઈ પુસ્તક નહિ, પણ કબીર હતા. ગાયકી વિષે તો લાયકાત વગર શું કહું ? પણ મુગ્ધ કરી દે એવું ગાન. લ્યો એક નમૂનો તમે જ સાંભળી લ્યો...
અહીં થોડો ગાન અને કથન બંનેનો અનુભવ મળે એવો VIDEO મૂક્યો છે. સાજીંદા સાથેનો ગાન મૂકવામાં BLOGની 100MBની મર્યાદા નડે છે એટલે મોટા VIDEO નથી મૂકી શકતો. પણ આટલાથી કાર્યક્રમ નહિ માણ્યાનો અફસોસ તો કરાવી જ શકીશ.
કાર્યક્રમમાં પૂર્ણ થયા પછી નવલકથાકાર ધ્રુવદાદાને મળવાનું થયું, 'રેવા' ફિલ્મના અભિનેતા ચેતનભાઈ મળ્યા. બધા જવાની ઉતાવળમાં હતા. અમે પણ બિપીનભાઈ અને રસિકભાઈની રજા લઈને નીકળ્યા.
GUEST HOUSE પહોચ્યા તો નીચે જ રાઠવાસાહેબ રાહ જોતા ઊભા હતા. કેમ કે રૂમની ચાવી પણ મારી પાસે હતી. એમને ચાવી આપી અને હું ને પ્રવીણભાઈ ચા-નાસ્તા માટે ગયા. અગિયારસનું છેલ્લું ફરાળ કરી, 'શંકર'માં ભાણાનું(ભાણો પાછો પ્રવીણભાઈનો ઓળખીતો એટલે પૈસા ન લીધા !) પાન ખાઈ રૂમ નંબર ૨૦૮માં પધાર્યા. આજે 'લોલટુન ગુફાઓમાં' પૂરી કરીને સૂવાનો ઈરાદો છે, પણ ૧૨:૪૦ થઈ છે. જોઈએ ક્યાં સુધી જાગી શકું છું..
દિવસ : ૫
તા. ૦૧/૦૨/૨૦૧૯ [શુક્રવાર]
આજે તો સવારે વહેલાં જાગી જ જવું હતું. પણ રાત્રે સુવામાં ૧:૩૦ વાગી ગયું. પુસ્તક પૂરું કરવા ધારેલું એ પણ ન થયું અને સવારે જાગવામાં પણ મોડું થયું. આપણા રોજના સમય અનુસાર ૦૮:૧૫ વાગે જાગી ગયો. જાગીને જલ્દી-જલ્દી તૈયાર થઈ સહપાઠી મિત્રો સાથે નાસ્તો કરવા ગયો. પરમ દિવસનો બુધવાર અને ગઈકાલની અગિયારસને લીધે ભારે ભૂખ લાગી હતી. થેપલાં, આલૂ પરોઠાં, સમોસા, પુલાવ અને ચાનો ભારે નાસ્તો કર્યો. બપોરે જમવું નહીં પડે એટલો નાસ્તો થઈ ગયો. વધુ ખવાઈ ગયું એટલે ચાલીને જ HRDC જવા નીકળ્યા.
૧૦:૩૦ વાગે HRDC પહોચ્યા. શરૂઆતમાં DR. રવિકાંત સોલંકીએ ગઈ કાલનો REPORT વાંચી સંભળાવ્યો.
આજે પહેલું વ્યાખ્યાન M. S. UNIVERSITYના અંગ્રેજી વિષયના અધ્યાપક DR. HITESH RAVIYAસાહેબનું હતું. 'USING TECHNOLOGY FOR DOCTORAL RESEARCH IN LANGUAGES' વિષે એમણે પોતાની વાત કરી.
અઠવાડિયામાં એક દિવસ શિક્ષકે બેંચ પર બેસીને ભણવું જોઈએ અને વિદ્યાર્થીઓને ભણાવવા દેવા જોઈએ -એવું એક સૂચન એમણે કર્યું. એમના બીજાં વ્યાખ્યાનમાં તેમણે GOOGLE BOOKS અને GOOGLE SCHOLARનો ઉપયોગ કરીને કેવી રીતે સંદર્ભો મેળવી શકાય ? તે પ્રયોગ કરીને શીખવાડ્યું. સાથે જ WINDOW10ના WORDમાં આવતા MLA STYLEનો ઉપયોગ કરવાની રીત પ્રાયોગિક ધોરણે શીખવાડી. સાથે જ 'MLA SEVENTH' પુસ્તક વાંચવા પણ ભલામણ કરી. ૦૧:૩૦ વાગે એમનું વ્યાખ્યાન પૂરું થયા પછી ભોજન વિરામ માટે સૌ છૂટા પડ્યા.
આજે તો ચાલીને જ આવ્યા હતા એટલે નજીકમાં આવેલ 'દવે ભોજનાલય'માં જમવા ગયા. રાઠવાસાહેબ તો સવારના નાસ્તાના પ્રભાવથી જમવા જ ન આવ્યા. હું, પ્રવીણભાઈ, રવિકાંત સોલંકી અને વડીલ અધ્યાપક ડૉ. રતનસિંહ ચૌહાણ ત્યાં સાથે જમ્યા. ભોજનાલયના માલિકે આગ્રહપૂર્વક જમાડ્યા. જમીને હું POSTCARD અને COVER લેવા POSTOFFICE ગયો. આજે મળી ગયા POSTCARD અને COVERS.
૦૨:૧૫ વાગે ફરી S. P. UNIVERSITYના જ એક અંગ્રેજી વિષયના અધ્યાપક DR. PRANAV DAVEનું 'WORLD LITERATURE' અંગે વ્યાખ્યાન યોજાયું.
'ઇલિયડ' અને 'ઓડીસી' જેવી ગ્રીક ભાષાની રચનાઓ વિષે તેમણે બહું રસપ્રદ વાત કરી. આ બંને કૃતિના આધારે મહાકવિ હોમરની 'LOVE FOR FRIEND IS GREATER THAN WOMEN'ની વિચારણા એમણે સ્પષ્ટ કરી આપી. ત્યાર પછી તેમણે EPIC અને NOVELનો ભેદ ઉદાહરણ સાથે સમજાવી આપ્યો. બીજા વ્યાખ્યાનમાં તેમણે ઝોલા, બાલ્ઝાક, ફ્લોબેર, ફ્રાન્ઝ કાફકા જેવા અનેક સર્જકો અને તેમની કૃતિઓની વાત કરી. ગુસ્તાવ ફ્લોબેરની નવલકથા 'MADAM BOVARY' અને લિયો તોલ્સતોયની 'ANNA KARENIN' નવલકથા તેમણે વિગતે વાત કરી. 'LOVE CHANGE EVERYONE' અને 'MONEY IS EVIL' એવા બે સત્યો તેમણે આ નવલકથામાંથી તારવી આપ્યા. ૦૫:૩૦ વાગ્યા HRDCથી છૂટ્યા.
GUEST HOUSEના રૂમની ચાવી આજે રાઠવાસાહેબ પાસે હતી. અને એ હજી આવ્યા નહોતા એટલે હું ને પ્રવીણભાઈ નાનાબજાર તરફ ગયા. સૌ પહેલા એમના LAPTOP માટે MOUSE ખરીદ્યું ને પછી JYMનું બોર્ડ વાંચી એ કોમ્પ્લેક્ષમાં ઉપર ગયા. પણ ઉપર કાંઈ લાગ્યું નહિ, એટલે નીચે આવ્યા. એક દાદાએ કહ્યું કે જ્યાંથી પાછા આવ્યા, તેની ઉપરના માળે JYM છે. પાછા ગયા ઉપર. JYMના TRAINERસાહેબે અમારું સ્વાગત કર્યું. એક-એક મશીન બતાવ્યું અને તેની ખાસિયત જણાવી. લગભગ પોણો કલાક સુધી એમણે રસથી બધું સમજાવ્યું. મને ખાસ સમજાતું નહોતું, પણ આ RCના લીધે ન સમજાય તોય ધ્યાનથી સાંભળવાની ટેવ પડી ગઈ હતી. એ ટેવે TRAINERસાહેબને પ્રોત્સાહિત કર્યા. હવે એને આટલી મહેનત કરાવી જોડાવું જોઈએ એટલે એમને ફી પૂછી. એક મહિનાથી માંડીને વરસ સુધીના જુદા જુદા પેકેજ એમણે સમજાવ્યા. પણ અમે તો હવે ૧૫ દિવસ જ અહિયાં રોકવાના છીએ એટલે એમને સમજાવ્યા. એમણે માલિક સાથે વાત કરી ૧૫ દિવસની ફી કહી. કાલે વિચાર બદલાય ન જાય એ માટે મેં ને પ્રવીણભાઈએ તત્કાલ ફી ભરી દીધી. કાલથી સાંજે ૦૬:૦૦ વાગે આવી જવાનું અને ભાત નહિ ખાવાનું TRAINERસાહેબે કહ્યું છે. સાંજનો સમય છે એટલે જાગવાનું બહાનું પણ નહિ જ નહિ નડે. આવતી કાલથી APTITUDE JYM આપણે પણ BODY બનાવતા હોઈશું બોલો...
JYMથી GUEST HOUSE પર રૂમ નંબર ૨૦૮માં આવ્યા. રાઠવાસાહેબ અમારી રાહ જ જોતા હતા, પણ અમને જમવાની બહુ ઉતાવળ ન હતી એટલે BLOG લખીને પછી જમવા જવાનું નક્કી કર્યું.
જમવા માટે આજે મોટા બજાર પાસે આવેલ શિવશક્તિ ભોજનાલયમાં ગયા. અત્યારે તો વધુ નહોતું જ જમવું, પણ જમાઈ ગયું. વળતા ત્યાં નજીકમાં આવેલ નગરપાલિકાના સુંદર બગીચામાં લટાર મારી.
ફોટોમાં ડાકુ જેમ મફલર વીંટીને ઊભેલા રાઠવાસાહેબ અને પ્રવીણભાઈને જોઇને સમજી શકાશે કે કેવી આહ્લાદક જગ્યા છે ! બગીચામાં લાંબો આંટો મારી GUEST HOUSE તરફ ચાલ્યા. ત્યાં નીચે જ અમારા વ્યવસ્થાપક રાકેશ પટેલ મળી ગયા. બહુ જ સરળ અને મજાના માણસ. સાયકલ લઈને જવાની તૈયારીમાં હતા, પણ અમને જોઇને રોકાયા ને નિરાંતે વાતો કરી. આણંદની બાજુના કોઈ ગામના તેઓ વતની છે. પોતે હિન્દી વિષય સાથે અનુસ્નાતક સુધીનો અભ્યાસ કર્યો, B.LIB. થયા પણ યોગ્ય નોકરી ન મળી શકાય. આ નગરમાં કોઈ માયાળુ માણસ મળી શકે એવું મને અગાઉ માન્યામાં નહોતું આવતું, પણ રોજ કોઈને કોઈ યાદ રહી જાય એવો માણસ મળી જાય છે. રાકેશભાઈને વિદાય આપી રૂમ નંબર ૨૦૮માં આવ્યા.
ડૉ. આઈ. કે.વીજળીવાળાના 'લોલટુનની ગુફાઓમાં' પુસ્તકનો આજે છેલ્લો મણકો વાંચ્યો. એ સાથે આ પુસ્તકની રોમાંચક સફર પૂરી થઈ.
ગુફાઓની જેમ આ પુસ્તક પણ આંટો મારવા જેવી જગ્યા છે. ચાલો આજે થોડા વહેલા સુઈ જઈએ. જો કે ૧૧:૩૦ તો થઈ જ ગયા છે.
દિવસ : ૬
૦૨/૦૨/૨૦૧૯ [શનિવાર]
આજે પણ જાગવામાં ૦૮:૪૫ થઈ ગયા. GYMની ફી ભરી દીધી છે, પણ સાંજનો વિકલ્પ છે એટલે ત્યારે જ જઈશું. જલ્દી તૈયાર થઈને 'નિલુ ટી. સેન્ટર'માં નાસ્તા માટે ગયા. આજે ચૌદશ (એટલે કે શિવરાત્રી) હોવાથી મારે ઉપવાસ હતો. નાસ્તામાં ફરાળ કરી ને HRDC ગયા. બીજા બંને મિત્રો આજે ઉપવાસમાં ન જોડાયા. કેમ કે મારે તો આ શરુ જ રહેશે એ બધાને સમજાઈ ગયેલું.
૧૦:૩૦ વાગે HRDC પહોંચ્યા. આજે પ્રવીણભાઈને ગઈ કાલના REPORTER તરીકે અહેવાલ વાંચવાનો હતો. તેમણે ગઈકાલની પ્રવૃત્તિઓ બહુ સંક્ષિપ્તમાં છતાં ચીવટપૂર્વક વર્ણવી.
આજનું પહેલું વ્યાખ્યાન M.S. UNIVERSITYના સંસ્કૃત વિભાગના વડા DR. RAMPAL SHUKLનું હતું. તેમણે 'JYOTISH & SCIENCE' વિષય પર રસપ્રદ વ્યાખ્યાન કર્યું. જ્યોત પરથી આવેલ જ્યોતિષ શબ્દથી શરુ કરી ને વિજ્ઞાન અને જ્યોતિષ કેવી રીતે કામ કરે છે તે ઉદાહરણ સાથે સમજાવ્યું.
વિશ્વનો સમય એક છે અને દિશા પણ એક છે -એ તેઓએ સાબિત કરી આપ્યું. જ્યોતિષ ગણિત આધારિત છે, એમ કહી એક કુંડળી બનાવી તેના આધારે જુદા જુદા ગ્રહોની સ્થિતિ અને અસર અંગે વિગતે ચર્ચા કરી. કાંઈ પણ પૂછ્યા વગર 'KERAL PRASHNSANGRAH' જ્યોતિષ બતાવવા કેવી રીતે વપરાય છે, તેની પણ માહિતી તેમણે આપી. અધ્યાપકો માટે વિષય નવો અને રસપ્રદ હતો એટલે ક્યારે ચા વિરામ થયો, ખબર જ ન રહી.
ધોતી-જભ્ભામાં સજ્જ આ સંસ્કૃતના વિદ્વાન ખૂબ જ ચપળ વિદ્વાનનું બીજું વ્યાખ્યાન 'JYOTISH & PSYCHOLOGY' એવા વિષય પર હતું.
તેમણે PSYCHOLOGYમાં P SILENT હોવા છતાં એ ગ્રીક ભાષામાંથી લેવાયો છે, તેની નિશાની રૂપે P રખાયો છે એમ કહી, તેમણે કરેલા ૧૭૦૦ ભાષાના અભ્યાસ પરથી નીકળેલું તારણ જણાવતા કહ્યું કે, ૧૭૦૦ ભાષા અપૂર્ણ છે, માત્ર સંસ્કૃત જ પૂર્ણ છે. આ અભ્યાસ એમણે પોતે કર્યો એવું કહ્યું, એ જરા ગળે નથી ઉતરતું. કેમ કે ૧૭૦૦ ભાષાનો અભ્યાસ ! કેવડી મોટી વાત કહેવાય ? દેવતાઓ સંસ્કૃત બોલે છે એટલે દેવભાષા નથી, પણ દેવતાઓને માત્ર સંસ્કૃત સમજાય છે એટલે એ દેવભાષા છે -એવું આત્યંતિક વિધાન પણ કર્યું. સંસ્કૃત વૈજ્ઞાનિક ભાષા છે અને તેમાં બોલાયેલો શબ્દ સાચો ઠરવાના વૈજ્ઞાનિક કારણો આપ્યા હોત તો વધુ પ્રસ્તુત રહેત.
વ્યાખ્યાનના અંતે મહારાષ્ટ્રથી આવેલ હિન્દીના અધ્યાપક ભાલેરાવજીને એક પ્રશ્ન થયો. શુક્લાજીને પૂછ્યું. જ્યોતિષને લગતો જ પ્રશ્ન હતો. પણ શુક્લાજી જવાબ તો ન આપી શક્યા, ઉલટાના બહુ ખરાબ રીતે ભાલેરાવજી સાથે વર્ત્યા. એમની વિદ્વતા ઉપર જેટલું માન હતું એ ઉતરી ગયું. કેમ કે એ વર્ગમાં જેવા વિદ્વાન દેખાતા હતા, તે વિદ્યા વર્ગ પૂરો થતા જ ઓસરી ગયેલી લાગી. કેમ કે 'વિદ્યા વિનયેન શોભતે'
હશે..
જમવાનો વિરામ આજે ૨૦ મિનિટ મોડો પડ્યો. બીજા મિત્રો ભોજન માટે ગયા. મેં ફરાળ કર્યું. ને જલ્દી જલ્દી HRDC પરત આવી ગયા.
ત્રીજું વ્યાખ્યાન S. P. UNIVERSITYના નિવૃત્ત અંગ્રેજી વિષયના અધ્યાપક DR. JAVED HUSSAIN KHANસાહેબનું હતું. અહીં આવ્યા ત્યારથી આ સાહેબની વિદ્વતા વિષે ઘણું સાંભળ્યું હતું.
એમણે GENRES & MODES BY ALISTAIR FOWLER' વિષય પર અનેક SLIDEના આધારે અનેક સર્જકોના સંદર્ભ સાથે પોતાની વાત રજૂ કરી. ભાષા-શાસ્ત્ર વગર મીમાંસા જાણવી વધુ અઘરી છે, એવું એક નિરીક્ષણ તેમણે જણાવેલું. માત્ર અંગ્રેજીમાં જ તેમનું વ્યાખ્યાન અસ્ખલિત ચાલતું હતું. વચ્ચે ચા પીવા માટે અટક્યા.
બીજું વ્યાખ્યાન DR. KHANસાહેબે 'STORY & DISCOURSE : NARRATIVE STRUCTURE IN FICTION & FILM BY SEYMOUR CHAT MAN' પર આપ્યું. આ વ્યાખ્યાનમાં લગભગ ૩૦ જેટલી SLIDE દ્વારા એમણે પોતાની વાત મૂકી. જો કે મારા જેવા અંગ્રેજી ભાષાના ઠોઠ વિદ્યાર્થીને ખાસ ખબર ન પડી. પણ વચ્ચે-વચ્ચે થતું તેમનું મુક્ત-હાસ્ય આકર્ષતું હતું. ૦૫:૩૦ વાગે HRDCમાં છૂટીને GUEST HOUSE આવ્યા.
GUEST HOUSE આવી GYM જવા માટે કપડા બદલાવી ૦૬:૦૦ વાગે તૈયાર થઈ ગયા. ગઈ રાતની શરદી હતી, આજે થોડો તાવ પણ લાગતો હતો. કદાચ ઉપવાસના લીધે હોય. ઘડીક થયું કે, મજા નથી તો GYM રહેવા દઈએ. પણ પછી મન કઠણ કરીને ગયા.
પ્રવેશદ્વારમાં જ આવો પ્રેરક ફોટો જોઈ જોમ ચડી ગયો. TRAINER સૂચના આપતા જાય એમ અમે તો એક પછી એક કસરતો માંડ્યા કરવા.. પહેલાચાલવાનું, પછી સાયકલીંગ, પછી થોડી કસરત, પછી ડમ્બેલ અને જુદા જુદા મશીન પર કસરતમાં ક્યાં ૨ કલાક નીકળી ગયા, ખબર જ ન રહી. નામ પણ ન આવડે, એવાં કેટલાંય મશીનોથી ભર્યું-ભર્યું GYM છે. GYM વાગતા ગીતો પણ ભારે જુસ્સો ચડાવે એવા હોય છે.
જો કે ઉપવાસના લીધે થાક બહુ લાગ્યો હતો. પાણી લઈ જવાનું ભૂલી ગયેલા, નીચે આવી સૌથી પહેલા પાણી પીધું અને પછી થોડી દ્રાક્ષ ખાધી. પ્રવીણભાઈ ગુજરાત ક્લબમાં જમવા ગયા. જમીને GUEST HOUSE પહોચવામાં હતા, ત્યાં ગાંધીસાહેબનો CALL આવ્યો. તેઓ ગઢડાથી કોલેજનું કેટલુંક કામ લઈને આવ્યા હતા. રસ્તામાં જ એ મળી ગયા.
સૌ GUEST HOUSE ગયા. કોલેજનું કામ પૂરું થયું. થોડી વાર રૂમ નંબર ૨૦૮માં બેસી ને પછી ગાંધીસાહેબ સાથે વલ્લભવિદ્યાનગર-દર્શન કરવા ગયો. પ્રવીણભાઈએ અગાઉ બતાવેલું, પણ આ જુદું હતું. ગાંધીસાહેબની ACTIVA પર સૌ પ્રથમ તો એ મુજ ઉપવાસીને JUICE પીવા લઈ ગયા.આ આવડી મોટી ને મોંઘી દુકાનમાં હું એકલો તો જવાનો જ નથી, એટલે ફોટો પાડી લીધો છે. માત્ર જુદા જુદા JUICE અને નાસ્તા માટેની થોડી અલગ પ્રકારની જગ્યા છે. ફરી ફરી જવું ગમે એવી જગ્યા હતી, પણ હું એકલો તો ન જ જાઉ..
ત્યાં લગભગ ભોજન જેટલું જ ભારે ફળાહાર કર્યું ને પછી વલ્લભવિદ્યાનગરના જુદા જુદા રસ્તાઓ અને ત્યાંથી નજીકના સ્થળો ને જોવા લાયક જગ્યાઓ એમણે અંધારામાં બતાવી, જે હવે દિવસે મારે જોવાની છે.
મોડી રાત્રે GUEST HOUSE પાછો આવ્યો. ઠંડીમાં રખડવાનું થયું, GYMનો પહેલો દિવસ ને ઉપવાસ. બધું ભેગું થયું. લગભગ ૦૩:૦૦ વાગે ઊંઘી શક્યો.
દિવસ : ૭
૦૩/૦૨/૨૦૧૯ [રવિવાર]
આજે રજાનો દિવસ. કાલે મોડી ઊંઘ આવેલી ને કોઈએ જગાડ્યો નહિ, એટલે ૧૦:૪૫ વાગે જાગ્યો. જાગીને જલ્દી જલ્દી બ્રશ કરી, GYM પહોચ્યા. આજે ૧૨:૦૦ વાગે GYM બંધ થઇ જાય. એટલે મોડું થઈ ગયું હતું. ગઈ કાલે કરાવી હતી, એ બધી જ કસરતો અમે વારાફરતી કરી ને લગભગ ૧૨:૩૦ વાગે ફરી GUEST HOUSE આવ્યા.
આજે રાઠવાસાહેબ અમદાવાદ ગયા છે એટલે હું ને પ્રવીણભાઈ જ છીએ. GUEST HOUSE પણ ખાલી છે. કેમ કે મોટાભાગના મિત્રો ઘરે ગયા છે અને બીજા રાજ્યમાંથી પધારેલા સૌ STATUE OF UNITY જોવા સરદાર સરોવર ગયા છે. WHATSAPP GROUPમાં એ સૌના ફોટા જોઈ, સુવામાં રવિવાર બગાડ્યો એનો અફસોસ થયો. નહાવાનું બાકી હતું એ પતાવી 'નારાયણ ક્લબ'માં જમવા ગયા. બહુ ભૂખ લાગી હતી. અહી એવી રીત છે કે બીજા જમતા હોય એની પાછળ ઊભા રહેવાનું અને એ ઊભા થાય એટલે ત્યાં બેસી જવાનું. લગભગ અરધો કલાક ઊભા રહ્યા, પછી હું અંતે એક માજી જમતા હતા એની પાછળ ન છૂટકે ગોઠવાયો. માજીએ ભાત લીધા ત્યારે તો મારી ખુશીનો કોઈ પાર ન રહ્યો. અંતે અમારો જમવાનો વારો આવ્યો. GYMના લીધે હોય કે ગમે એમ પણ ધાર્યું એટલું જમી ન શકાયું. આજે સાંજે તો GYM નથી જવાનું એટલે ભાત પણ ખાઈ લીધા. લગભગ ૦૨:૩૦ વાગે જમીને GUEST HOUSE આવી કાર લઈને MARUTI HAIR & CARE ગયા. રવિવારની રાહે જ વાળ કપાવવાનું અટકેલું હતું. તે પતાવીને ૦૪:૦૦ વાગે ફરી GUEST HOUSE આવ્યા. આજે હાથ-પગ બહુ દુખતા હતા એટલે ઘડીક સુઈ જવાનું વિચાર્યું. એ ઘડીક ૦૬:૩૦ વાગે ઘરેથી ફોન આવ્યો ત્યારે પૂરું થયું. પછી જાગીને BLOG લખવા બેઠો.
સાંજે જમવાની ઈચ્છા નહોતી. ગાંધીસાહેબનો sms આવ્યો કે એક સારું ગુજરાતી ફિલ્મ આવ્યું છે. 'gold theatre' માં જઈ આવો. ગઈ કાલે એમણે એ જગ્યા બતાવી જ હતી. online પ્રયાસ કર્યો, પણ ટીકીટ ન મળી. અંતે ૦૯:૦૦ વાગે રૂબરૂ જ પહોચી ગયા. 'ચાલો જીવી લઈએ'ની ૦૯:૩૦ વાગ્યાની ટીકીટ લઈ ૭ નંબરની સ્ક્રીનમાં પહોચ્યા. સિદ્ધાર્થ રાંદેરિયા જેવા નાટકના જાણીતા કલાકાર દ્વારા અભિનીત આ ફિલ્મ છે. ફિલ્મની કથા, દિગ્દર્શન અને સંગીત વિશેષ આકર્ષક છે.
ઉત્તરાખંડની ભૂગોળ પણ ફિલ્મને આકર્ષક બનાવવામાં ઉપયોગી થઈ છે. પ્રેક્ષક તરીકેનો અપેક્ષાભંગ ફિલ્મના અંત સુધી આનંદ આપતો રહે છે. પિતા-પુત્રના પ્રેમને અભિવ્યક્ત કરતી અનોખા વિષયની ફિલ્મ માણી ને સભર થયા. વિપુલ મહેતાનું દિગ્દર્શન અને નિરેન ભટ્ટના ગીતો તેમજ પાર્થિવ ગોહિલના અવાજે મનનો કબજો લઈ લીધો.
રાત્રે જમ્યા નહોતા એટલે ભૂખ્યા થયા. પૂછતાં પૂછતાં અહીં વલ્લભવિદ્યાનગરમાં પણ રાજકોટનું 'ખેતલા આપા' મળી ગયું. રાત્રે ૧૨:૩૦ વાગે ગાંઠિયાનો આનંદ માણ્યો. સાતમાં દિવસે ગાંઠિયા પામ્યો !
GUEST HOUSE જઈને ફિલ્મનું એક હોઠે ચડી ગયેલું ગીત ગણગણતાં અત્યારે ૦૧:૦૦ વાગે સુવા જાવ છું ...
'ચાંદને કહો આજે, આથમે નહીં.....'
ચાલો જીવી લઈએ.... : આ link છે ફિલ્મની. આટલું જોશો એટલે આખું ફિલ્મ જોવાનું મન થશે જ...
WEEK - 1

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો