સોમવાર, 20 જાન્યુઆરી, 2020

આંતરવિદ્યાકીય વ્યાખ્યાન

ડૉ. ભાવદીપ ચાવડા [મદદનીશ પ્રાધ્યાપક અંગ્રેજી]
તા. ૨૧/૦૧/૨૦૨૦ (મંગળવાર)
આપણે જે-તે વિષયના નિષ્ણાંતો શોધવામાં, આપણી આસપાસ રહેલાં વિદ્વાન મિત્રોનો લાભ લેવાનું ચૂકી જઈએ છીએ. ઘણાં જાણીતાં વિદ્વાનો અસરકારક રીતે વિદ્યાર્થીઓ સાથે વાત ન કરી શકે અને ઘણાં ઓછાં જાણીતા પણ નિસ્બતથી કામ  કરતાં મિત્રો સહજતાથી વિદ્યાર્થીઓ પાસે વિષય ખોલી આપે, એવાં અનેક કિસ્સાઓ અવારનવાર આપણે સૌએ અનુભવ્યા છે. એમાંથી શીખ  મેળવીને મિત્રોને વર્ગમાં લઈ જઈ વિદ્યાર્થીઓને ભણવાનો નવો અનુભવ આપવાનો આ ઉપક્રમ વિચાર્યો છે. બહારના મિત્રો તો આવશે જ, પણ સ્ટાફના મિત્રોથી જ શરૂઆત કરીએ તો કેવું ? ને વિદ્યાર્થીઓએ પ્રતિભાવ આપ્યો કે, 'બહું સારું...' એ બહું સારું એવાં પ્રત્યુત્તરના લીધે આજે આ પ્રથમ વ્યાખ્યાન યોજાયું.




ડૉ. ભાવદીપ ચાવડા અંગ્રેજી વિષયના યુવાન અધ્યાપક છે. વિદ્યાર્થીઓ સાથે આજથી તેઓ એમની અને તૃતીય વર્ષ બી.એ. (ગુજરાતી)ના વિદ્યાર્થીઓની અનુકૂળતા મુજબ 'પાશ્ચાત્ય સાહિત્ય મીમાંસા'ના પેપરમાં આવતાં પશ્ચિમના મીમાંસકો વિષે વાત કરી રહ્યા છે. પ્લેટો અને તેનાં આદર્શ રાજ્યની  કલ્પનાથી તેમની સફર આરંભાઈ છે. વિદ્યાર્થીઓ સાથે આવા ઉપક્રમથી ભણવાનો હું પણ આનંદ લઈ રહ્યો છું.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો