મંગળવાર, 29 જાન્યુઆરી, 2019

                 ઘણાં દિવસે આ blog મારફત મળવાનું થાય છે મિત્રો...
                 પણ રોજ રોજ મળવું જુદાં જુદાં અનેક કારણોસર શક્ય નહોતું. એક-બે દિવસ ચૂકી ગયો અને પછી તો આળસ વધતી ગઈ. છેલ્લે કોઈ નવા હેતુ સાથે ફરી blog શરુ કરીશ એવું વિચાર્યું હતું. ને હાલ પૂરતો આ blog બંધ કરવાનો હતો. પણ થયું કે એ કરતાં રોજ-બરોજની નહીં, પણ વિશિષ્ટ પ્રવૃત્તિઓ આ વર્ગખંડમાં વહેચુ તો કેવું ? પહોચી પણ શકીશ  અને તમારી સૌ સાથે વહેચી પણ શકીશ.
                તમે લોકો જે રીતે ભણો છો, એવી રીતે અધ્યાપકો માટે OP અને RC  એવા બે અભ્યાસક્રમ હોય છે. હું અત્યારે RCમાં ભણવા માટે આણંદ આવ્યો છું. એટલે આપણા રોજના વર્ગથી ૨૧ દિવસ માટે દૂર છું. મને લાગે છે કે મારી અહીની પ્રવૃત્તિ હું રોજ અહી refresher course નામના tab મારફત મૂકતો રહીશ. તમે તેના પર  click કરશો તો હું અહી કેવું ભણું છું ? એ જાણી શકશો. તમે comment લખીને મારી સાથે જોડાઈ પણ શકશો. આ રીતે આપણું અંતર ઓછું થશે. ભણતાં ભણતાં તમને સૌને રોજ યાદ કરું છું. સૌ કુશળ હશો.